Janloksatya
Breaking News
અપરાધગુજરાતબાલાસિનોર

પીઆઈ પર બુટલેગરોએ હુમલો કરીને કાર ચઢાવી દેવાનો પ્રયાસ કરનાર ચાર આરોપીમાંથી બે આરોપીઓને ઝડપી પાડ્યા

બાલાસિનોરમાં પીઆઈ પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કરી ફરાર થઈ ગયેલા ચાર આરોપીઓ સામે  બાલાસિનોર ટાઉન પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી.  ફરાર થઈ ગયેલા ચાર આરોપીઓ પૈકી બે બુટલેગરોને મહીસાગર એલસીબી ટીમે રાજસ્થાનના ખેરવાડા પાસેથી ઝડપી પાડીને લુણાવાડા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
જેની વિગત અંગે બાલાસિનોરની કે.એમ.જી. હોસ્પિટલ પાસે હોળીની રાત્રે બાલાસિનોર ટાઉન પોલીસ મથકના પીઆઈ પર બુટલેગરોએ હુમલો કરીને કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પીઆઈ ખસી જતાં બચી ગયા હતા પરંતુ ચાર શખ્સો નાસી છુટયા હતા.જે અંગે મહીસાગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. જેમાં હુમલો કરનાર બે બુટલેગર વિક્રમભાઈ સોમાભાઈ માલીવાડ (રહે. મોટા ભાગલિયા, તા. કડાણા) અને મનીષભાઈ જગદીશભાઈ મહેરા (રહે. કંથરજીના મુવાડા, તા. બાલાસિનોર) રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ખેરવાડા પાસે હોવાની બાતમી એલસીબીને મળી હતી. જેના આધારે એલસીબીએ દરોડો કરી ખેરવાડા પાસેથી બે આરોપીઓને ઝડપી પાડી લુણાવાડા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Share

સંબંધિત પોસ્ટ

પોરબંદર વન વિભાગ દ્વારા ૩૪ દીપડાની પૂંછે માઇક્રોચીપ લગાવવામાં આવી : માનવ વસાહત તરફ આવેલા દીપડા પાંજરે પૂરાયા બાદ તેમના રેકર્ડ માટે આ ચીપ ઉપયોગી બને છે

ચાર છોકરા-શિક્ષક મને…: એક વર્ષથી પીડાતી હતી દીકરી, ભાજપ નેતાની સ્કૂલ હોવાથી ફરિયાદ ન થઈ, આખરે આપઘાત

ખેડાના માતર GIDCમાંથી ડુપ્લિકેટ ENO બનાવવાની ફેક્ટરી ઝડપાઈ

નડિયાદમાં જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક મળી, વિધાનસભા જીતવા રણનીતિ નક્કી કરાઇ

વાપી રેલવે સ્ટેશને રેલ નીરને બદલે અન્ય કંપનીનું નીર વેંચતા સ્ટોલધારકો સામે કાર્યવાહી

ખાસ મોડેસ ઓપરેન્ડીથી ચોરી કરતો ચોર ઝડપાયો, ક્રાઇમ બ્રાન્ચની આ થીયરી કામ કરી ગઈ