Janloksatya
Breaking News
તાજા સમાચારભારત

આધારકાર્ડ :- UIDAIએ જાહેર કર્યા નવા નિયમો,દસ્તાવેજો ચેક કરવા ઘરે આવશે અધિકારી

સરકાર  હવે નિયમો બદલવા જઈ રહી છે. જેમાં અધિકારીઓ તમારા ઘરે ચકાસણી કરવા માટે આવશે બાદમાં જ આ કાર્યવાહી આગળ ચાલશે. જેમાં તમારે વધારે સમય જઈ શકે છે. જે લોકોએ આધારકાર્ડ બનાવવાના બાકી છે તેઓ માટે હવે છેલ્લી તક છે. આધારકાર્ડ એ અગત્યનો દસ્તાવેજ છે.

આધાર કાર્ડના નિયમો બદલાઈ ગયા છે.દેશમાં બેંક ખાતું ખોલાવવાથી લઈને બેંક ખાતું ખોલાવવા માટે આધાર કાર્ડ જરૂરી છે. તમામ સરકારી સબસિડી અને યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ જરૂરી છે. હવે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધાર કાર્ડને લઈને એક નવી સૂચના જાહેર કરી છે. નવી સૂચનાઓ અનુસાર આધાર પ્રમાણપત્ર પહેલા તમામ આધાર ધારકોની સંમતિ લેવી જરૂરી રહેશે. યુઆઈડીએઆઈએ આ અંગે એકમોને વિનંતી કરવા માટે તેની માર્ગદર્શિકા વધુ સ્પષ્ટ કરી છે.કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.  ૧૮થી ઉપરનાને સ્થળ-દસ્તાવેજ ચકાસણી બાદ જ નવું આધારકાર્ડ આપવામાં આવશે. સરકારનો આ મામલે હેતું એવો છે કે બોગસ આધારકાર્ડ બનતાં અટકશે. જિલ્લા કે મ્યુનિ. કોર્પોરેશન સ્તરે ત્રીસ દિવસમાં આધારકાર્ડ માટે ખોટી અરજી નો ઘટસ્ફોટ થશે. સરકાર આ મામલે ટૂંકસમયમાં નવા નિયમનો અમલ કરશે, દેશભરમાં બોગસ આધારકાર્ડ બનતા અટકાવવા કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. નવુ આધારકાર્ડ મેળવવા માટે કરવામાં આવતી અરજી બાદ અરજદારે બતાવેલા સરનામા ઉપર જઈ સ્થળ તપાસ કરવાની સાથે અરજી સાથે આપવામાં આવેલા દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જ નવુ આધારકાર્ડ આપવામાં આવશે.

UIDAI એ RE માટે આ જણાવ્યું
UIDAI એ RE ને કહ્યું કે જે કોઈ પણ પ્રકારનો ડેટા અને આધાર સર્ટિફિકેશન માટે ઓનલાઈન સર્ટિફિકેશન કરે છે, તેની જરૂરિયાત સમજવી જરૂરી છે. UIDAIએ સ્પષ્ટ કહ્યું કે વેરિફિકેશન પહેલા લોકોએ આખી વાત જણાવીને પરમિશન લેવી પડશે. જ્યારે વેરિફિકેશન થઈ જાય, ત્યારે તમામ કાગળો અને દસ્તાવેજો સાથે રાખો.

ગુજરાત સરકાર દ્વારા નવા આધારકાર્ડ માટે પોર્ટલ ડેવલપ કરવામાં આવ્યુ

જિલ્લા કે મ્યુનિસિપલ કોર્પોરેશન સ્તરે નવા આધારકાર્ડ બનાવવા આવેલી અરજીઓની ચકાસણી કરાયા બાદ આવેલી અરજીઓ પૈકી કેટલી સાચી અને કેટલી ખોટી એ અંગેનો રીપોર્ટ જે તે સક્ષમ સત્તાધીશને ત્રીસ દિવસમાં કરવાનો રહેશે.નવા આધારકાર્ડ માટે નવો નિયમ ટૂંક સમયમાં અમલી બનશે. કેન્દ્ર સરકારના આદેશ બાદ ગુજરાત સરકાર દ્વારા નવા આધારકાર્ડ માટે પોર્ટલ ડેવલપ કરવામાં આવ્યુ છે. આ પોર્ટલ ઉપર 18 વર્ષથી વધુ વયના નવુ આધારકાર્ડ મેળવવા માંગતા તમામ અરજદારો તરફથી કરવામાં આવેલી અરજીની ભૌતિક ચકાસણી જિલ્લા,તાલુકા કે મ્યુનિસિપલ કોર્પોરેશન સ્તરે ભૌતિક ચકાસણી કરવામાં આવશે.

છેતરપિંડીની ફરિયાદ અંગે માહિતી આપો
UIDAIએ કહ્યું કે જો RE ને ક્યાંય પણ આધાર કાર્ડ ધારક સાથે બનાવટી અથવા છેતરપિંડી વિશેની માહિતી મળે છે, તો તરત જ UIDAIને તેની જાણ કરો. આ અંગે પણ રિપોર્ટ દાખલ કરો.

સરકાર હવે નિયમો બદલવા જઈ રહી છે. જેમાં અધિકારીઓ તમારા ઘરે ચકાસણી કરવા માટે આવશે બાદમાં જ આ કાર્યવાહી આગળ ચાલશે. જેમાં તમારે વધારે સમય જઈ શકે છે. જે લોકોએ આધારકાર્ડ બનાવવાના બાકી છે તેઓ માટે હવે છેલ્લી તક છે. આધારકાર્ડ એ અગત્યનો દસ્તાવેજ છે. કોઈ પણ સરકારી કાર્યવાહીમાં આધારકાર્ડની ફરજિયાત જરૂર પડતી હોય છે. આધારકાર્ડ વિના સરકારી કામ કરવા કે બેન્કના કામ કરવા અઘરા છે

નોડલ અધિકારીઓની નિયુકિત કરી તેમના યુઝર આઈ-ડી રાજય કક્ષાએથી ક્રીએટ કરવામાં આવશે. જિલ્લા-તાલુકા કક્ષાના યુઝર આઈ-ડી જિલ્લા કે તાલુકાકક્ષાએથી એકિટવ કરવામા આવશે. રાજય સરકાર દ્વારા ડેવલપ કરવામાં આવેલા પોર્ટલ ઉપર 18થી વધુની વયના જે અરજદારોએ નવુ આધારકાર્ડ મેળવવા માટે અરજી કરી હશે તે નોંધણી બાદ એનરોલમેન્ટ પેકેજ જનરેટ થશે. ત્યારબાદ રહેવાસીના સરનામાં, ઓળખ વગેરે દસ્તાવેજોની ભૌતિક ચકાસણી જિલ્લા, મહાનગરપાલિકા, તાલુકા કે વોર્ડકક્ષાએથી કરવામાં આવશે. જે તે સ્થાનિક પ્રશાસન રાજય સરકારના આ પોર્ટલ ઉપર સરળતાથી કામગીરી કરી શકે એ માટે પિનકોડ આધારીત સિસ્ટમ પોર્ટલમાં ક્રીએટ કરવામા આવી છે..

Share

સંબંધિત પોસ્ટ

ફિરોઝાબાદમાં આજે અખિલેશ યાદવ અને અમિત શાહની રેલી, ડેપ્યુટી સીએમ કેશવ જસરાનામાં કરશે જનસભા

શું ચલણી નોટોમાંથી મહાત્મા ગાંધીની તસવીર હટાવવામાં આવશે? RBIએ કહી મોટી વાત

ઉન અને ભેસ્તાન વિસ્તારમાંની આઠેક જેટલી ઔદ્યોગિક વસાહતોમાંથી ઘણી ફેક્ટરીઓને તાળાં મારી દેવાયાં

92 વર્ષની વયે લતા મંગેશકરે દુનિયાને અલવિદા કહ્યું, બોલિવૂડમાં શોકની લહેર દોડી ગઈ

જનલોકસત્ય

પશ્ચિમ યુપીમાં આજે રાજકીય જંગ, અમિત શાહ, પ્રિયંકા ગાંધી, માયાવતી, અખિલેશ અને જયંત મેદાનમાં ઉતરશે

કંગાળ પાકિસ્તાનને વધુ એક ઝટકો! IMFને બજેટીય ઇન્વેસ્ટમેન્ટમાં અંદાજે 2,000 અબજનું મળ્યું ઉલ્લંઘન

Admin