Janloksatya
Breaking News
ગુજરાતરમતો

રાજકોટમાં બિઝનેસ લીગ ક્રિકેટ સીઝન-3નું આયોજન: ૬ ટીમ વચ્ચે રમાતી મેચ

રાજકોટમાં તા.19થી 22 જાન્યુઆરી દરમિયાન બી.એન.આઈ. રાજકોટ તથા મોરબી, જામનગર, ગાંધીધામ રીજીયન વચ્ચે તા.19 મીએ તેમજ તા.20 થી 22 રાજકોટ રીજીયનની 6 ટીમો વચ્ચે રાજકોટ બિઝનેસ લીગ ક્રિકેટ સીઝન-3નું સુંદર આયોજન ગારડી કોલેજ ખાતે કરવામાં આવ્યુ છે. ગઈકાલે રાજકોટ બિઝનેસ લીગનું ઉદ્ઘાટન ધારાસભ્ય દર્શીતાબેન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ લીગનું આયોજન છેલ્લા બે વર્ષથી ગારડી કોલેજ ખાતે કરવામાં આવે છે જેમાં રાજકોટના ઉદ્યોગપતિઓ ભાગ લે છે. આ વખતે છ ટીમ અને કુલ 90 ખેલાડીઓએ આ લીગમાં ભાગ લીધો છે.પ્રોફેશનલ મેચની જેમ જ ડીજે,સાઉન્ડ, લાઇટ, એલઇડી, યુ-ટયુબ લાઇવ, ઓનસાઇટ મેડિકલની સુવિધા તેમજ દરેક નાનામાં નાની મેચને લગતી સુવિધાઓ ટીમને પૂરી પાડવામાં આવે છે. 6 ટીમમાં દરેક ટીમને ટીમ વાઇઝ ફ્રી કોમ્પ્લીમેન્ટરી સ્પોર્ટસ યુનિફોર્મ એનાયત કરવામાં આવ્યા હતા. દરેક મેચ પછી મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ, બેટ્સમેન ઓફ ધ સિરીઝ, બોલર ઓફ ધ સિરીઝ તેમજ ચેમ્પિયન ટીમને વિવિધ ઇનામોથી નવાઝવામાં આવશે. ક્રિકેટ સ્પોર્ટસની સાથે સાથે બિઝનેસ પણ મેમ્બર્સને મળી રહે તેમજ મેમ્બર્સ એકબીજાને મળીને નેટવર્કિંગ કરી શકે તે માટેની આ રાજકોટ બિઝનેસ લીગ ક્રિકેટ સીઝન-3નું આયોજન કરેલ છે. રાજકોટના બધા ઉધોગપતિઓ એક સાથે મળીને આઈપીએલની જેમ એક ક્રિકેટ લીગ રમે તેવી ઈચ્છા વ્યકત કરી હતી. સાથો સાથ ઉધોગપતિઓએ તન, મન સ્વચ્છ રહે અને એક ખેલનો માહોલ મળી રહે તેવા પ્રકારનું આયોજન કરવામાં આવતા ઉધોગપતિઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો.

Share

સંબંધિત પોસ્ટ

ગર્ભવતી મહિલા અને તેના બાળકનું અવસાન:હોસ્પિટલના ડૉક્ટરની બેદરકારીના કારણે મોત નિપજ્યું હોવાના આક્ષેપ સાથે પરિવારનો હોબાળો

મોરબીમાં ઝુલતો પુલ તૂટતા મોટી દુર્ઘટના બની , લોકો મચ્છુ નદીના પાણીમાં પટકાયા

જનલોકસત્ય

IND VS WI: વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં તિરાડ, કેપ્ટન કિરોન પોલાર્ડે સાથી ખેલાડી સાથે કર્યો અન્યાય!

જનલોકસત્ય

ગુજરાત મા કિસાન કોંગ્રેસના કયા 8 હોદ્દેદારોએ માંગી ટિકિટ?

જનલોકસત્ય

રાજકોટમાં બે વર્ષ પહેલા ઘર છોડીને ચાલ્યા ગયેલ 14 વર્ષના સગીરનું પરિવાર સાથે પુન: મિલન

ગારીયાધાર પોલીસે બીટ વિસ્તારમાં થી દારૂ નો જથ્થો ઝડપ્યો .