Janloksatya
Breaking News
ક્રિકેટરમતો

ક્રિકેટર પૃથ્વી શૉ વિરુદ્ધ નોંધાઈ FIR,10થી વધુ કલમ હેઠળ કેસ દાખલ

સપના ગિલે પૃથ્વી શૉ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. સપનાને જામીન મળતાની સાથે જ ભારતીય ક્રિકેટર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો.

અલી કાશિફ દેશમુખે કહ્યું કે પૃથ્વી શૉ અને અન્ય વિરુદ્ધ કલમ 34, 120B, 144, 146, 148, 149, 323, 324, 351, 354 અને 509 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જણાવી દઈએ કે સેલ્ફી વિવાદ કેસમાં સપના ગિલને સોમવારે જામીન મળી ગયા હતા. ગિલની સાથે અન્ય ત્રણને પણ જામીન આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે મુંબઈમાં પૃથ્વી શૉ સાથે સેલ્ફી લેવાને લઈને વિવાદ થયો હતો. આ દરમિયાન સપના ગિલની પૃથ્વી શૉ સાથે બોલાચાલી થઈ હતી. તેમજ તેમની કાર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી

આ કેસ બાદ મુંબઈ પોલીસે સપના ગિલ સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. આ પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જોકે, કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ માટેની પોલીસની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ, ગિલ, તેના મિત્ર શોભિત ઠાકુર અને અન્ય બે રુદ્ર સોલંકી અને સાહિલ સિંહને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા બાદ સોશિયલ મીડિયા પ્રભાવક અને અન્ય આરોપીઓએ કોર્ટ સમક્ષ જામીન અરજી કરી હતી. સોમવારે અંધેરી કોર્ટના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે દલીલો સાંભળ્યા બાદ તમામને જામીન આપ્યા હતા. ગિલે એડવોકેટ કાશિફ અલી ખાન મારફત દાખલ કરેલી અરજીમાં દાવો કર્યો હતો કે તેમની વિરુદ્ધ FIR સંપૂર્ણપણે ખોટા અને બનાવટી આરોપો પર નોંધવામાં આવી છે.

Share

સંબંધિત પોસ્ટ

કોણ ઉઠાવશે વિશ્વકપ, ભારત કે ઇંગ્લેન્ડ? ફાઇનલ પહેલા 8 મેચોનુ હેડ ટુ હેડ રિપોર્ટ કાર્ડ, જુઓ : IND vs ENG

ત્રણેય ફોર્મેટમાં સુકાની બન્યા બાદ રોહિત શર્માએ આપ્યું મહત્વનું નિવેદન

U19 T20 World Cup જીતનારી ટીમ ઇન્ડિયા થઇ માલામાલ, બીસીસીઆઇએ ઇનામની કરી જાહેરાત

Admin

રાજકોટમાં બન્યો નવો રેકોર્ડ: ભારત શ્રીલંકા ટી – ૨૦માં ભારતનો ૨-૧થી વિજય

Admin

ટીમ ઇન્ડિયા ને લઇ સામે આવી મોટી જાણકારી, રવિન્દ્ર જાડેજાનો થશે સમાવેશ, વિરાટ કોહલી બહાર થશે!

ભારતના દિગ્ગજ ખેલાડીને ખૂબના ભાવ મળ્યાં, બન્યો દુનિયાનો નંબર વન વનડે ફાસ્ટ બોલર- ICC રેન્કિંગ જાહેર