Janloksatya
Breaking News
ગુજરાતભારત

દેશના ત્રીજા મૂન મિશન ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ આજે શ્રીહરિકોટા સ્થિત કેન્દ્રથી લોન્ચ કરવામાં આવશે.

Chandrayaan 3 Launch : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને (ઇસરો) માહિતી આપી છે કે તેમનું મિશન ચંદ્રયાન-3 14 જુલાઇએ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. આ મિશન 14 જુલાઈના રોજ બપોરે 2.35 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. ઈસરોનું નવું હેવીલિફ્ટ લોન્ચ વ્હીકલ એલવીએમ-3 ચંદ્ર મિશનને અંજામ આપશે.
ચંદ્રયાન-3, ચંદ્રયાન-2નું બીજું રૂપ છે. જેનો ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી પર એક લેન્ડર અને એક રોવર પહોંચાડીને ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગની ક્ષમતા પ્રદર્શિત કરવાનું છે. ચંદ્રયાન-2 મિશન 6 સપ્ટેમ્બર 2019ના રોજ સમાપ્ત થઇ ગયું હતું. અત્યાર સુધી માત્ર ત્રણ દેશો જ ચંદ્ર પર ઉતરી શક્યા છે. જેમાં અમેરિકા, રશિયા અને ચીનનો સમાવેશ થાય છે.
        દેશના ત્રીજા મૂન મિશન ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ચંદ્રયાન 3 શુક્રવાર (14 જુલાઈ) ના રોજ શ્રીહરિકોટા સ્થિત કેન્દ્રથી લોન્ચ કરવામાં આવશે. આ મૂન મિશન વર્ષ 2019ના ચંદ્રયાન 2નું ફોલો-અપ મિશન છે. ભારતના આ ત્રીજા મૂન મિશનમાં વૈજ્ઞાનિકોએ ચંદ્રની સપાટી પર લેન્ડરનું ‘સોફ્ટ લેન્ડિંગ’ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ‘ચંદ્રયાન-2’ મિશન દરમિયાન અંતિમ ક્ષણોમાં લેન્ડર ‘વિક્રમ’ પાથના વિચલનને કારણે ‘સોફ્ટ લેન્ડિંગ’ કરી શક્યું ન હતું. જો  દક્ષિણ ધ્રૂવ પર ચંદ્રયાન 3 સફળતાપૂર્વક લેન્ડ કરશે તો ભારત આ સિદ્ધી મેળવનાર વિશ્વનો પ્રથમ દેશ બની જશે.
ચંદ્રયાન 3 શુક્રવારે બપોરે 2.35 કલાકે લોન્ચ થવાનું છે. ઈસરોના વડા એસ. સોમનાથે જણાવ્યું કે, લોન્ચ થયા બાદ ચંદ્રયાન-3 પૃથ્વીની ભ્રમણકક્ષામાં જશે અને પછી ધીમે ધીમે ચંદ્ર તરફ આગળ વધશે. અમે આશા રાખીએ છીએ કે બધું સારું થઈ જશે અને 23 ઓગસ્ટે અથવા તેના પછી કોઈપણ દિવસે ઉતરશે.
ચંદ્રયાન-3નું ચંદ્ર પર ઉતરાણ 23-24 ઓગસ્ટના રોજ રાખવામાં આવ્યું છે, પરંતુ ત્યાં સૂર્યોદયની સ્થિતિને જોતા તેમાં ફેરફાર થઈ શકે છે. જો સૂર્યોદયમાં વિલંબ થાય છે, તો ISRO ઉતરાણનો સમય વધારી શકે છે અને સપ્ટેમ્બરમાં કરી શકે છે.
ચંદ્રયાન-2ની જેમ ચંદ્રયાન-3માં પણ લેન્ડર અને રોવર મોકલવામાં આવશે પરંતુ તેમાં ઓર્બિટર નહીં હોય. કારણ કે અગાઉના ચંદ્ર મિશનનું ઓર્બિટર હજુ પણ અવકાશમાં કામ કરી રહ્યું છે 
ISROનો મહત્વકાંક્ષી ચંદ્રયાન પ્રોજેક્ટ શુક્રવારે LVM3M4 રોકેટ સાથે અવકાશમાં જશે. આ રોકેટને પહેલા GSLVMK3 કહેવામાં આવતું હતું. અવકાશ વિજ્ઞાનીઓ ભારે સાધનો વહન કરવાની ક્ષમતાને કારણે તેને ‘ફેટ બોય’ પણ કહે છે. ઓગસ્ટના અંતમાં ‘ચંદ્રયાન-3’નું ‘સોફ્ટ લેન્ડિંગ’ કરવાની યોજના બનાવાઈ છે.
જો આ મિશન સફળ થશે તો ભારત અમેરિકા, ચીન અને ભૂતપૂર્વ સોવિયત સંઘ જેવા દેશોની ક્લબમાં સામેલ થઈ જશે જેમણે આવી સિદ્ધિ હાંસલ કરી છે.
Share

સંબંધિત પોસ્ટ

આણંદ:ટ્રેનમાંથી મુસાફરોની કિંમતી માલ સામાનની સ્નેચિંગ કરનાર ટોળકી પૈકી ના બે શખ્સોને રેલવે પોલીસે ઝડપ્યા

જનલોકસત્ય

પર્યાવરણ મુદ્દે દેખાવની બાબતાં ભારત સૌથી નીચલા ક્રમે, 180 દેશોની યાદીમાં ડેન્માર્કનો સૌથી ઉત્કૃષ્ટ દેખાવ

ચૂંટણી પંચની નવી માર્ગદર્શિકા, ઈન્ડોર-આઉટડોર સભા માટે અપાઈ વધુ રાહતો

સોના અને ચાંદીના તમામ ગ્રાહકો માટે ખૂબ જ સારા સમાચાર

મોરબી એલસીબી ટીમના દરોડામાં નકલી વિદેશી દારૂ બનાવવાના કૌભાંડનો કર્યો પર્દાફાશ

જનલોકસત્ય