Janloksatya
Breaking News
રાષ્ટ્રીય

સંસદમાં પસાર થયેલા વ્યક્તિગત ડેટાને સુરક્ષિત રાખવા માટેના બિલથી સૂચનાના અધિકારનો કાયદો નબળો પડી શકે છે?

RTI કાયદો  શું કહે છે?
આરટીઆઈ કાયદો એવાં સંગઠનોને લાગુ પડે છે જે સંવિધાન કે સરકારી કાયદા કે પછી અધિસૂચના હેઠળ રચાયાં હોય. એવાં સંગઠનો પણ સામેલ છે જેમને પ્રત્યક્ષરૂપે કે અપ્રત્યક્ષરૂપે સરકારી નાણાકીય સહાય મળતી હોય.આરટીઆઈમાં રાષ્ટ્રીય સુરક્ષા જેવા અપવાદોને બાદ કરતા, નાગરિકો દ્વારા જે માહિતી માગવામાં આવી હોય તે ઉપલબ્ધ કરાવવી પડે છે.આ કાયદામાં એક જોગવાઈ છે. આ જોગવાઈ મુજબ જો મગાયેલી માહિતી વ્યક્તિગત હોય અને તેનું સાર્વજનિક રીતે એટલે કે જાહેર હિતનું મહત્ત્વ નહીં હોય, તો તેને આપવાનો ઇન્કાર કરી શકાય છે. જો આ પ્રકારની માહિતી સાર્વજનિક હિત માટે છે એવું લાગે તો જ આવી માહિતી આપવામાં આવે છે.જસ્ટિસ એ. પી. શાહની આગેવાની હેઠળની ગોપનીયતા કાયદા પરની 2012માં રચાયેલી સમિતિએ ભલામણ કરી હતી કે આરટીઆઈ કાયદા હેઠળની આપવામાં આવતી માહિતીમાં ગોપનીયતાનું ઉલ્લંઘન ન થવું જોઈએ.
સંસદમાં પસાર થયેલા વ્યક્તિગત ડેટાને સુરક્ષિત રાખવા માટેના બિલથી સૂચનાના અધિકારનો કાયદો નબળો પડી શકે છે?
ભારતનો એક ઐતિહાસિક અને મહત્ત્વનો એવો સૂચનાના અધિકારનો કાયદો નબળો પડી શકે છે. માહિતી અધિકારનો આ કાયદો જે સરકારી કામકાજમાં પારદર્શિતા લાવે છે, આ કાયદા હેઠળ સામાન્ય નાગરિકો પણ સરકારે કરેલી કામગીરીનો હિસાબ માગી શકે છે. પરંતુ હવે સંસદમાં પસાર થયેલા વ્યક્તિગત ડેટાને સુરક્ષિત રાખવા માટેના બિલથી માહિતી અધિકારનો કાયદો નબળો પડી શકે એવું જાણકારોનું મંતવ્ય છે.સુચનાના અધિકારના કાયદા (રાઇટ ટુ ઇન્ફૉર્મેશન – આરટીઆઈ) પર આ નવા કાયદાને કારણે અસર થનારા ફેરફારને કારણે આરટીઆઈ કર્મશીલો સરકારની ટીકા કરી રહ્યા છે.
માહિતી અધિકારનો કાયદો સરકારી વિગતોને લોકો સુધી પહોંચાડવામાં મદદ કરે છે. વર્ષ 2005માં આ કાયદો બન્યો હતો ત્યારથી લઈને લાખ્ખો ભારતીયોએ આ કાયદાની મદદથી સરકારી અધિકારીઓ સમક્ષ સવાલો કરીને જાણકારીઓ મેળવી છે.પણ હવે ડેટા પ્રોટેક્શન મામલાનો કાયદો આરટીઆઈ કાયદાની માહિતી આપવાની જોગવાઈને અસર પહોંચાડશે. આ નવા કાયદામાં વ્યક્તિગત જાણકારીનો ખુલાસો કરવા મામલે આપેલી છૂટને કારણે આરટીઆઈના કાયદાને પણ અસર થશે.
સૂચનાના અધિકાર મામલાના રાષ્ટ્રીય અભિયાનનાં સહ-સંયોજક અંજલિ ભારદ્વાજ કહે છે, “સરકારોને જવાબદાર ઠેરવવા, ભ્રષ્ટાચાર સામે લડવા જેવા મુદ્દે લોકો આરટીઆઈનો ઉપયોગ કરે છે. જેમાં વ્યક્તિગત જાણકારીનું તત્વ હોય જ છે.” જાણકારો કહે છે કે આ પ્રકારની જાણકારી મેળવવી એ આરટીઆઈનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ મદન લોકુર કહે છે કે આ નવો કાયદો આરટીઆઈને ઘણી અસર કરશે. જોકે આરટીઆઈ કાયદાનું પાલન સંપૂર્ણ રીતે થતું હોતું નથી. ઘણીવાર માહિતી આપવાનો ઇન્કાર કરવામાં આવે છે. સમયાંતરે સરકારે તેને હળવો બનાવવાનો પૂરતો પ્રયત્ન કર્યો. કર્મશીલોનું માનવું છે કે હાલમાં જે કાયદો છે તેમાં નવા ડેટા પ્રોટેક્શનના કાયદાને કારણે જો પરિવર્તન આવશે તો તે માહિતી મેળવવાના અધિકાર પર તરાપ સમાન સાબિત થશે.
નવા ડેટા પ્રોટેક્શન કાયદા મુજબ
નવા ડેટા પ્રોટેક્શન કાયદા મુજબ કોઈ પણ વ્યક્તિગત માહિતીને આપવાનો ઇન્કાર કરી શકાય છે. જાણકારોનું કહેવું છે કે આ પ્રકારનું પરિવર્તન એવી માહિતીઓ મેળવવામાં અવરોધ ઊભો કરી શકે છે . “અત્યારે પણ કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિગત હોવાના બહાના હેઠળ માહિતી આપવાનો ઇન્કાર થાય છે. હવે નવા કાયદા બાદ તેમાં વધારો થઈ શકે છે.”
નવા ડેટા પ્રોટેક્શન કાયદાથી કઈ અસરો થશે??
શૈલેષ ગાંધી કહે છે, “આ પ્રકારની માહિતી વગર આરટીઆઈ કાયદાથી ભ્રષ્ટાચાર પર અંકુશ રાખવામાં અને વહિવટીતંત્રને પારદર્શી બનાવવામાં મદદ નહીં મળી શકે.”

તેઓ કહે છે, “તેમના કાર્યકાળમાં એક વ્યક્તિએ સરકારી હૉસ્પિટલોમાં નિયુક્ત કરવામાં આવેલા ડૉક્ટરોની ડિગ્રીની કૉપી માગી હતી. તપાસ કરતા ખબર પડી કે નિયુક્ત કરાયેલા ઘણા લોકો પાસે બૉગસ ડિગ્રી હતી.”

તેમને ભય છે કે આ નવા કાયદા પ્રમાણે આ પ્રકારની માહિતી મળવી બંધ થઈ શકે છે. તેમનું માનવું છે કે તેને કારણે બહાનું મળશે કે આ વ્યક્તિગત માહિતી છે અને તેની જાણકારી આપવાથી ગોપનીયતાનો ભંગ થાય છે.
 ફેરફાર આરટીઆઈના કાયદાના જાણકારો શું કહે છે ???

આ ફેરફાર આરટીઆઈના કાયદાની એ જોગવાઈને અસર નહીં કરે જેમાં કહેવાયું છે કે ભલે તે વ્યક્તિગત માહિતી હોવાનું પ્રમાણિત થાય પરંતુ અધિકારીને લાગે કે તેની સાથે જાહેર હિત સંકળાયેલું છે અને તે આપવાથી વ્યક્તિને થનારા નુકસાન કરતા સાર્વજનિક હિત વધારે જરૂરી છે તો અધિકારી આ પ્રકારની માહિતી આપી શકે છે.

જોકે, જાણકારોનું માનવું છે કે તેને કારણે માહિતી માગનારા પર પણ બિનજરૂરી દબાણ વધશે.
Share

સંબંધિત પોસ્ટ

26 જાન્યુઆરીએ આતંકવાદીઓ પીએમ મોદીને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યા છે, ગુપ્તચર એજન્સીઓ એલર્ટ.

મોદી વાત કરવા નથી માંગતા…!? શું ઇમરાનને ભૂલી ગયા હિના રબ્બાની ખાર? 

Admin

આજના દિવસે જ અવકાશી દુર્ઘટનાને કારણે ભારતે ગુમાવી હતી દીકરી ‘કલ્પના’, જાણો કેવી રીતે ‘હોલ’ને કારણે સ્પેસક્રાફ્ટના ટુકડા થયા

નેપાળથી પ્રધાનમંત્રી મોદીનું સંભોધન, નેપાળના લોકોને બુદ્ધ પૂર્ણિમાની શુભેછા પાઠવી

પ્રધાનમંત્રીએ રૂ. 1732 કરોડથી વધુના રોકાણ સાથે NHPCના 300 મેગાવોટના કરણીસર-ભાટિયન, બિકાનેર સોલર પાવર પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો

ભારતીય નૌકાદળએ ચાંચિયાગીરી વિરોધી ઓપરેશનમાં એમવી રૂએનને ચાંચિયાઓથી બચાવ્યા

જનલોકસત્ય