Janloksatya
Breaking News
ભારત

જમ્બુદ્વીપ, ભારતખંડ, હિમવર્ષ, અજનાભવર્ષ, ભારતવર્ષ, આર્યાવર્ત, હિન્દુ, હિન્દુસ્તાન અને ઇન્ડિયા.

પ્રાચીનકાળમાં ભારતભૂમિનાં અલગઅલગ નામ રહ્યાં છે- જેમ કે જમ્બુદ્વીપ, ભારતખંડ, હિમવર્ષ, અજનાભવર્ષ, ભારતવર્ષ, આર્યાવર્ત, હિન્દુ, હિન્દુસ્તાન અને ઇન્ડિયા. પરંતુ ભારત સૌથી વધુ લોકમાન્ય અને પ્રચલિત રહ્યું છે.

નામકરણને લઈને સૌથી વધુ ધારણાઓ અને મતભેદ પણ ભારતને લઈને રહ્યા છે. ભારતની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિની જેમ અલગઅલગ કાળખંડોમાં તેનાં અલગઅલગ નામ મળે છે.
આ દેશની મોટાભાગની સ્થાનિકભાષાઓમાં ભારતના નામે ઓળખાય છે. શકુંતલા અને દુષ્યંતના પુત્ર ભરતના નામે આ દેશ ભારત તરીકે ઓળખાય છે. ભરત રાજા અત્યંત પરાક્રમી હતાં અને તેમણે અનેક દિગ્વિજયો કર્યા હતાં.
જોકે આંતરાષ્ટ્રીય સ્તરે ભારત ‘ઇન્ડીયા’ના નામે વધુ ઓળખાય છે. ભારતનાં બંધારણની કલમ ૧ મુજબ આ દેશને ‘ભારત’ અથવા ‘ઇન્ડીયા’ નામે ઓળખાશે. ઇન્ડીયા નામ ‘સિંધુ’ નદી પરથી પડ્યું છે, જે પરથી જૂની ફારસી ભાષામાં “હિન્દુ” શબ્દ રચાયો. આ હિન્દુ શબ્દનું અપભ્રંશ થઇને ‘ઇન્ડસ’ શબ્દ રચાયો, જે પરથી આ દેશને ‘ઇન્ડીયા’ નામ મળ્યું. જૂની ગ્રીક ભાષામાં આ દેશને ‘ઇન્દોઇ’ એટલે કે ‘ઇન્દુના લોકો’ તરીકે ઓળખાય છે.
આ ઉપરાંત ફારસી ભાષામાં આ દેશને ‘હિન્દુસ્તાન’ એટલે કે ‘હિન્દુઓની ભૂમી’ તરીકે પણ ઓળખાય છે.
હિન્દ, હિન્દુસ્તાન, ઇન્ડિયા જેવાં નામોમાં ભૂગોળ ઊભરી રહી છે. આ નામોનાં મૂળમાં આમ તો સિન્ધ નદી પ્રમુખ રીતે નજરે આવે છે, પરંતુ સિન્ધ માત્ર એક ક્ષેત્ર વિશેષની નદી જ નથી.સિન્ધનો અર્થ નદી પણ છે અને સાગર પણ. એ રૂપમાં દેશના ઉત્તર પશ્ચિમ ક્ષેત્રને એક જમાનામાં સપ્તસિન્ધુ કે પંજાબ કહેતા હતા. એટલે કે તેમાં એક વિશાળ ઉપજાઉ વિસ્તારને ત્યાં વહેતી સાત કે પાંચ મુખ્ય ધારાઓને ઓળખવાની વાત છે.આ રીતે ભારતના નામ પાછળ સપ્તસૈન્ધવ ક્ષેત્રમાં ઉદય પામેલી અગ્નિહોત્ર સંસ્કૃતિ (અગ્નિમાં આહુતિ આપવી)ની ઓળખ છે.
પૌરાણિક યુગમાં ભરત નામની અનેક વ્યક્તિઓ થઈ છે. દુષ્યંતસુત સિવાય દશરથપુત્ર ભરત પણ પ્રસિદ્ધ છે, જેઓએ ‘પાદુકારાજ’ કર્યું.નાટ્યશાસ્ત્રવાળા ભરતમુનિ પણ થયા છે. એક રાજર્ષી ભરતનો પણ ઉલ્લેખ છે, જેના નામે જડભરત શબ્દ પ્રચલિત થયો.મગધરાજ ઇન્દ્રદ્યુમ્નના દરબારમાં પણ એક ભરત ઋષિ હતા. એક યોગી ભરત પણ થયા છે. પદ્મપુરાણમાં એક દુરાચારી બ્રાહ્મણ ભરતનો પણ ઉલ્લેખ જોવા મળે છે. એતરેય બ્રાહ્મણમાં પણ દુષ્યંતપુત્ર ભરત જ ભારત નામકરણની પાછળ દેખાય છે. ગ્રંથ અનુસાર ભરત એક ચક્રવર્તી સમ્રાટ એટલે કે ચારેય દિશાઓની ભૂમિને અધિગ્રહણ કરીને વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કરીને અશ્વમેધ યજ્ઞ કર્યો, જેને કારણે તેમના રાજ્યને ભારતવર્ષ નામ મળ્યું.
   મસ્ત્યપુરાણમાં ઉલ્લેખ છે કે મનુને પ્રજાને જન્મ આપનાર વર અને તેનું ભરણપોષણ કરવાને કારણે ભરત કહેવાયા છે. જે ખંડ પર તેમનો શાસન-વાસ હતો તેને ભારતવર્ષ કહેવાયું છે.
નામકરણનાં સૂત્ર જૈનપરંપરામાં પણ મળે છે. ભગવાન ઋષભદેવના જયેષ્ઠ પુત્ર મહાયોગી ભરતના નામે આ દેશનું નામ ભારતવર્ષ પડ્યું. સંસ્કૃતિમાં વર્ષનો એક અર્થ વિસ્તાર, વિભાજન, ભાગ વગેરે પણ થાય છે.
 ભારત નામ પાછળ મહાભારતના આદિપર્વમાં એક કથા છે. મહર્ષિ કણ્વ અને અપ્સરા મેનકાનાં પુત્રી શકુન્તલા અને પુરુવંશી રાજા દુષ્યંત વચ્ચે ગાંધર્વવિવાહ થાય છે. આ બંનેના પુત્રનું નામ ભરત પડ્યું .અને ઋષિ કણ્વે આશીર્વાદ આપ્યા કે ભરત આગળ જતાં ચક્રવર્તી સમ્રાટ બનશે અને તેમના નામે આ ભૂખંડનું નામ ભારત પ્રસિદ્ધ થશે.
ભરતજન અગ્નિપૂજક, અગ્નિહોત્ર તેમજ યજ્ઞપ્રિય હતા. વૈદિકમાં ભરત/ભરથનો અર્થ અગ્નિ, લોકપાલ કે વિશ્વરક્ષક (મોનિયર વિલિયમ્સ) અને એક રાજાનું નામ છે. આ રાજા એ જ ‘ભરત’ છે જે સરસ્વતી, ઘાઘરના કિનારે રાજ કરતા હતા. સંસ્કૃતમાં ‘ભર’ શબ્દનો એક અર્થ છે યુદ્ધ.બીજો છે ‘સમૂહ’ કે ‘જનગણ’ અને ત્રીજો અર્થ છે- ‘ભરણપોષણ’.
 હજારો વર્ષ પહેલાં અગ્નિપ્રિય ભરતજનોના સૂચિતાર્થ અને સદાચાર એટલા પ્રચલિત હતા કે સતત યજ્ઞકર્મમાં રહેતા હોવાથી ભરત અને અગ્નિ શબ્દ એકબીજા સાથે જોડાઈ ગયા.ભરત, ભારત શબ્દ જાણે કે અગ્નિના વિશેષણ બની ગયા.
સંદર્ભ દર્શાવે છે કે દેવશ્રવા અને દેવવાત- આ બંને ભરતો એટલે ભરતજનના બે ઋષિઓએ જ મંથન દ્વારા અગ્નિ પ્રજ્વલિત કરવાની તકનીકી શોધ કરી હતી.

પ્રાચીન ગ્રંથોમાં વૈદિકયુગીન એક પ્રસિદ્ધ જાતિ ભરત નામ અનેક સંદર્ભમાં આવે છે. આ સરસ્વતી નદી કે આજના ઘાઘરના કછારમાં વસનારો સમૂહ હતો. તેઓ યજ્ઞપ્રિય અગ્નિહોત્ર જન હતા.એ જ ભરતજનના નામ પરથી એ સમયના આખા ભૂખંડનું નામ ભારતવર્ષ થયું. વિદ્વાનો અનુસાર, ભરત જાતિના નાયક સુદાસ હતા.

વૈદિકયુગથી પહેલાં પશ્ચિમોત્તર ભારતમાં નિવાસ કરતા લોકોના અનેક સંઘ હતા, જેને જન કહેવાતા.આ રીતે ભરતોના આ સંઘને ભરતજનથી ઓળખવામાં આવતા હતા. બાકી અન્ય આર્યસંઘ પણ અનેક જનમાં વિભાજિત હતા, જેમાં પુરુ, યદુ, તુર્વસુ, અનુ, દ્રુહ્યુ, ગાંધાર, વિષાણિન, પક્થ, કેકય, શિવ, અલિન, ભલાન, ત્રિત્સુ અને સંજય વગેરે સમૂહ પણ જન હતા.
અહીં હિન્દ, હિન્દવાન, હિન્દુ જેવા શબ્દો પ્રચલિત હતા. તેણે ગ્રીક સ્વરતંત્ર અનુરૂપ તેનાં ઇન્ડસ, ઇન્ડિયા જેવાં રૂપો ગ્રહણ કર્યાં. આ ઈશુથી ત્રણ સદી અને મોહમ્મદથી દસ સદી પહેલાંની વાત છે.જ્યાં સુધી જમ્બુદ્વીપની વાત છે તો એ સૌથી જૂનું નામ છે. આજના ભારત, આર્યાવર્ત, ભારતવર્ષથી પણ મોટું. ઘણા લોકો આપણા દેશ ને હિન્દુસ્તાન કહેવાનું પસંદ કરે છે.આ નામ નો સંબંધ હિમાલય ના પશ્ચિમ માં વહેતી નદી સિંધુ થી છે. સિંધુ નદી ની પાસે એક મોટા ભુભાગ ને સિંધુ ઘાટી કહેવામાં આવે છે.આ ઘાટી ની સભ્યતા ખૂબ જૂની અને લોકપ્રિય છે.
અહીં પહેલા તુર્કીસ્તાન ના લૂંટારા અને ઈરાની લોકો આવ્યા હતા.એમને અહીં રહેતા લોકો ને સિંધુ ના આધાર પર હિન્દૂ નામ આપી દીધું.તે સમયે આ લૂંટાર આપણા દેશ ને હિન્દુસ્તાન કહીને પુકારતા હતા.એવામાં આપણા દેશ ના લોકોએ પણ આ શબ્દનો ઉપયોગ કરવાનો ચાલુ કરી દીધો.હવે દેશ નું આ નામ ખૂબ ફેમસ થઈ ગયું છે.
વર્તમાનમાં આખી દુનિયાના લોકો આપણા દેશને ઇન્ડિયા ના નામથી જ ઓળખે છે.તમે આ જાણી ને હેરાન થશો કે આ નામ દેશ ના લોકો ને નહીં પણ અંગ્રેજોએ પાડ્યું હતું. સિંધુ નદી ને અંગ્રેજીમાં’ઇન્ડ્સ વેલી’ના નામ થી પણ ઓળખવામાં આવે છે.
એવામાં જ્યારે અંગ્રેજો દેશ માં રાજ કરવા માટે આવ્યા હતા ત્યારે એમને હિન્દુસ્તાન અને ભારત નામ બોલવામાં મુશ્કેલી પડતી હતી. એટલા માટે એ સિંધુ નદી નું બીજું નામ ઇન્ડ્સ વેલી ના આધાર પર દેશ ને ઇન્ડિયા કહી ને બોલાવવા લાગ્યા.બસ ત્યારથી જ દેશ ની બહાર ની દુનિયા માટે નામ ઇન્ડિયા જ પડી ગયું.
 આ તમામ વિવરણ બહુ અભ્યાસ માગે છે અને તેના પર હજુ ગહન શોધ ચાલી રહી છે.
Share

સંબંધિત પોસ્ટ

આગામી 24 કલાકમાં ઓડિશાના દરિયાઇ કાંઠે ટકરાઇ શકે છે ‘Asani’, 17 રાજ્યોમાં ચક્રવાતની અસર વર્તાશે

Tapi : જેટકો કંપનીમાં જુનિયર ઈજનેરની ભરતીમાં રોસ્ટરમાં ગરબડ, ભરતી સ્થગિત કરવા માંગ કરાઈ

જનલોકસત્ય

ગાઝિયાબાદ કોર્ટે આતંકવાદી વલીઉલ્લાહને મોતની સજા સંભળાવી, 16 વર્ષ પછી આવ્યો ચુકાદો

મોટો ઝટકો/ સ્વતંત્રતા દિવસે SBIએ બેંક ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, તમામ પ્રકારની લોન થઈ ગઈ મોંઘી

PF માં વ્યાજ ઘટયું છે ત્યારે જાણો એક સમયે 12 ટકા વ્યાજ મળતું, આ સમયે થઈ હતી તેની શરૂઆત

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના કેસ વધ્યા