Janloksatya
Breaking News
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં  સેના દ્વારા સર્ચ ઓપરેશન,આતંકીઓ પોતાનો જીવ બચાવવા ભાગતા જોવા મળી રહ્યા

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં  સેના દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.  અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ચાર જવાનો શહીદ થયા હતા.પહાડી વિસ્તારના જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓને શોધવા માટે ચાલી રહેલા ઓપરેશનમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ડ્રોનમાં એક ફૂટેજ કેદ થઇ હતી જેમાં આતંકીઓ પોતાનો જીવ બચાવવા ભાગતા જોવા મળી રહ્યા છે.
ડ્રોન સર્વેલન્સના આધારે સુરક્ષા દળોએ આતંકીઓના છુપાયેલા સ્થાન પર મોર્ટાર શેલ છોડ્યા છે. આ સિવાય સુરક્ષા દળોએ વિસ્તારને સંપૂર્ણ રીતે ઘેરી લીધો છે. આતંકવાદીઓ પાસે ભાગવા માટે હવે કોઈ રસ્તો નથી. કાશ્મીરના ADGP અનુસાર, અનંતનાગ પહાડી વિસ્તારમાં 2-3 આતંકીઓ ફસાયેલા છે અને તે બધાને ઠાર કરવા સેના દ્વારા સતત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સેનાને એક મોટી સફળતા મળી પણ હાથ લાગી છે જેમાં ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ આતંકીઓના છુપાયેલા સ્થાન પર બોમ્બ ફેંકી તેને નષ્ટ કરી દીધા છે.
     ગઈકાલે બારામુલ્લામાં સુરક્ષા દળોએ બે શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પડ્યા હતા. આ બંને પાસેથી સેનાના જવાનોને બે પિસ્તોલ, પાંચ હેન્ડ ગ્રેનેડ અને અન્ય યુદ્ધ સામગ્રી મળી હતી. આ અંગે ભારતીય સેનાએ જાણકારી આપી હતી. આ બે શકમંદ એવા સમયે ઝડપાયા હતા.

 

Share

સંબંધિત પોસ્ટ

પ્રધાનમંત્રીએ રૂ. 1732 કરોડથી વધુના રોકાણ સાથે NHPCના 300 મેગાવોટના કરણીસર-ભાટિયન, બિકાનેર સોલર પાવર પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો

છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાત સરકાર પર કરોડોના દેવાની ચર્ચા , ત્યારે ગુજરાત સરકારે પોતાની પ્રોપર્ટી વેચવા કાઢી

જનલોકસત્ય

એલોન મસ્કના ખરાબ દિવસો શરૂ: નહીં આપી શક્યો પ્રાઈવેટ જેટ-ઓફિસનું ભાડું, કર્મચારીઓના માથાથી ગઈ

કોવિડની ત્રીજી લહેર બાદ બજેટ નક્કી કરશે અર્થવ્યવસ્થાની દિશા, આ છે દેશની 5 મોટી આશાઓ :Budget 2022

કચ્છના હરમીનાળા વિસ્તારમાંથી ૯ પાકિસ્તાની બોટો પકડાઈ : સર્ચ ઓપરેશન ચાલુ

દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં સાબરકાંઠાના પાલ-દઢવાવના આદિવાસી ક્રાંતિવીરોની કથા વર્ણવતો ટેબ્લો, જોણે શું છે તેની વિશેષતા

જનલોકસત્ય