Janloksatya
Breaking News
अन्यભારત

સુખદેવસિંહ ગોગામેડી એટલે રાજપૂત સમાજના મજબૂત નેતાઓમાના એક,ગોળી મારીને હત્યા કરવામાં આવી

રાજપૂત એક યોદ્ધો,વિશ્વાસઘાત કરીને માર્યા છે..
રાજસ્થાનના જયપુરમાં 5 ડિસેમ્બર, 2023ના રોજ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મંગળવારે, ધોળા દિવસે હુમલાખોરો ગોગામેડી પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા. ગોગામેડીને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ગાર્ડ દ્વારા કરવામાં આવેલ ગોળીબારમાં એક હુમલાખોરનું પણ મોત થયું હતું. ગેંગસ્ટર રોહિત ગોદારાએ હત્યાની જવાબદારી લેતા સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે.
સુખદેવસિંહ ગોગામેડી ખુબ ચર્ચામાં ક્યારે આવ્યા ??
જયારે વર્ષ 2017માં સંજય લીલા ભણશાલી નિર્દેશિત ફિલ્મ પદ્માવતનું જયગઢમાં શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે રાજપૂત કરણી સેનાના કાર્યકરોએ તોડફોડ પણ કરી હતી. તેમજ તેમણે ફિલ્મના ડાયરેક્ટર સંજય લીલા ભણશાલીને તમાચો પણ મારી લીધો હતો. ફિલ્મ પદ્માવત અને ગેંગસ્ટર આનંદપાલ એન્કાઉન્ટર કેસ બાદ રાજસ્થાનમાં થયેલા પ્રદર્શનોને કારણે ગોગામેડી ખૂબ ચર્ચામાં આવ્યા હતા.
બીજી ચેલેન્જ હતી  ફારુક અબ્દુલાની;  જયારે ફારૂક અબ્દુલ્લાએ ભારતના વડાપ્રધાનને ચેલેન્જ કરી હતી કે તમે એકવાર લાલચોકમાં આવીને ઝંડો લહેરાવીને તો દેખાડો. એ ચેલેન્જ સ્વીકારીને  લાલચોકમાં ઝંડો લહેરાવ્યો. એ સૌથી મોટી સફળતા હતી
સુખદેવસિંહ ગોગામેડી રાજપૂત સમાજના મજબૂત નેતાઓમાના એક હતા. તેમની હત્યા થતા પહેલા તેઓ રાજસ્થાની સંગઠન શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ હતા. તેઓ વર્ષ 2013માં કરણીસેનામાં જોડાયા હતા, જો કે બાદમાં વિવાદ થતા તેઓએ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની સ્થાપના કરી હતી. તેમનું રાજપૂત સમાજમાં ખૂબ માન-સન્માન હતું અને યુવા વર્ગમાં ખૂબ જ લોકપ્રિય હતા.
સુખદેવસિંહ ગોગામેડીનો ભૂતકાળ:
 ભૂતકાળમાં તેઓ એથ્લિટ અને જિલ્લા લેવલે રમી ચુકેલા ખેલાડી હતા પણ  જો કે કોઈ કારણોસર એમને અપરાધ જગતમાં જવું પડ્યું અને પછી તેઓ અપરાધી બની ગયા. ગેંગવોરને કારણે કેટલાક વર્ષ તેઓ જેલમાં પણ રહ્યા હતા. તેમણે જેલમાંથી આવીને બધું છોડીને પોતાની પૂરું ધ્યાન સમાજના ન્યાય અને અધિકારમાં લગાવી દીધું હતું અને એ લાઇન છોડી દીધી હતી. સંપૂર્ણપણે સમાજના ઉદ્ધાર લાગી ગયા હતા. છેલ્લા 10-12 વર્ષથી સમાજ સેવા જ કરતા હતા. તેઓબહુ જ સારા, ઉમદા અને આરપારના વ્યક્તિ હતા. તેઓ આ દુનિયામાં હતા ત્યાં સુધી ઈમાનદારીથી પોતાનું દાયિત્વ નિભાવ્યું છે.
સુખદેવસિંહ ગોગામેડીએ બેવાર બહુજન સમાજ પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા. વર્ષ 2018માં તેમણે ભાજપમાંથી ટિકિટ માંગી હતી. પરંતુ ભાજપે તેમને ટિકિટ આપી નહોતી.
તેમનું પૈતૃક ઘર પણ  રાજસ્થાનમાં જયપુરમાં ગોગામેડીમાં આવેલું છે,તેથી સુખદેવસિંહ ગોગામેડીથી ઓળખાતા હતા. શ્યામનગરમાં એમનું કાર્યાલય હતું. એ જ એમનું નિવાસસ્થાન પણ હતું ત્યાં દગો કરી એમને મારી નાખવામાં આવ્યા. એમના પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે.
Share

સંબંધિત પોસ્ટ

અમેરિકન પોપ સિંગર કેલીને મહિલાઓ અને બાળકોનું યૌન શોષણ કરવા બદલ સજા ફટકારાઇ

દેશમાં મોંઘવારીએ રેકોર્ડ તોડ્યો, જાણો પેટ્રોલ, ડીઝલ, ખાણી પીણી કેટલા થયા મોંઘા

ભ્રામક જાહેરાતો પર લાગશે લગામ, સરકારે Sensodyne અને Naaptol સામે કાર્યવાહીના આદેશ જારી કર્યા

ગુજરાત શિક્ષણ બોર્ડે રાજ્યમાં નવી 68 માધ્યમિક સ્કૂલોને આપી મંજૂરી

સામાજિક કાર્યકર્તા શાંતિ દેવીનું નિધન, વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો, સામાજિક કામ માટે મળ્યો હતો પદ્મશ્રી.

જનલોકસત્ય

મહારાષ્ટ્ર સરકારે પેટ્રોલ ડીઝલ પરના વેટમાં ઘટાડો કર્યો, જાણો શું છે નવી કિંમતો