Janloksatya
Breaking News
अन्यખંભાતગુજરાત

આવનાર ઉતરાણ પર્વની મઝામાં, રો મટીરિયલ મોંઘુ ,મંદીના માહોલ સાથે માવઠુંએ પતંગોની અને નાના વેપારીઓની નુકશાન સાથે ચિંતા વધારી

ખંભાત શહેરન સ્ટેશન રોડ, મુખ્ય બજાર, ચુનારા વાળ સહિત વિસ્તારમાં 200થી વધુ તંબુના સ્ટોલ ઉભા કરીને વેપારીઓ ખંભાતી પતંગોનું વેચાણ કરતાં હતાં. જેમાં એક વેપારીએ દોઢ લાખ પતંગો વેચવા માટે ભરી હતી. પરંતુ મોડીરાત્રે પવન સાથે માવઠું થતાં તંબુઓ પાણી પડતાં અંદાજે 7 થી 8 લાખ પતંગો પલળી જતાં 50 થી વધુ વેપારીઓને મોટા ફટકો પડયો છે.
બીજી બાજુ રો મટીરિયલ મોંઘુ થવાને કારણે  પતંગોમાં 20 ટકાનો વધારો થયો હતો. જેના કારણે પતંગો ખરીદી આ વર્ષે 30 જેટલી ઓછી જોવા મળતાં વેપારીઓને નુકસાન થવાની ભીંતી હતી ત્યાં રાત્રે પડેલા વરસાદને કારણે  સીજનેબલ ધંધો કરતા નાના વેપારીઓની પતંગો પલળી જતાં અંદાજે 10 લાખથી વધુ નુકસાન થતાં વેપારીઓ પાયમાલ થઇ ગયા છે.
ખંભાતની બજારમાં ચુનારા સમાજ દ્વારા ઉત્તરાયણના 5 દિવસ પહેલા 200થી વધુ તંબુ લગાવી પતંગનું વેચાણ કરતા હોય છે. મંગળવાર મોડી રાતે એકાએક વરસાદ ખાબકતા તંબુમાં સુતેલા લોકો કંઈ સમજી શકે એ પહેલા તૈયાર પતંગો પલળી ગઈ હતી, કમાન, ઢઢા માટેનો કલકતાથી આવતો વાંસ 70 ટકા હલકી ગુણવત્તાનો નીકળતા વેપારીઓને પતંગ મોંઘી પડી હતી. જેને પગલે ભાવ ઉંચકાતા મંદીનો માહોલ હતો. ઉપરથી કુદરતી માર પડતા પડ્યા પર પાટુ જેવો ઘાટ વેપારીઓનો થયો છે.
Share

સંબંધિત પોસ્ટ

ઝારખંડ: ધનબાદના હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, ડોક્ટર સહિત પાંચ લોકોના મોત

વ્હાઇટ હાઉસની બહાર વીજળી પડતા ત્રણ લોકોના મોત, ઘણા ઘાયલ

PM મોદીને ‘ગુજરાતનો કસાઈ’ કહેનારા બિલાવલ ભુટ્ટોને ભારતે આપ્યું આમંત્રણ

અમેરિકા : વ્હાઈટ હાઉસના ચીફ મેડિકલ એડવાઈઝર એન્થોની ફૌસી કોરોનાથી સંક્રમિત, આઈસોલેશનમાં રહેશે

માર્કેટ ખૂલતાંની સાથે જ સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કડાકો, રોકાણકારોના અબજો રૂપિયા ‘સ્વાહા’

એલ.જે યુનિવર્સિટીના એન્ટ્રાપ્રેન્યોર, ધ બિઝનેસ ઇન્ક્યુબેટર દ્વારા યોજવામાં આવ્યો ‘ઈન્ડિયા: અ સ્ટાર્ટઅપ નેશન’ કાર્યક્રમ, ઈન્ફોસિસના પૂર્વ ડિરેક્ટર ટી.વી મોહનદાસ પાઇ રહ્યા હાજર

Admin