Janloksatya
Breaking News
રમતો

WU19 WC: સુપર-6માં શરમજનક હાર, ઓટ્રેલિયાએ વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાને હરાવ્યું

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમને અંડર-19 T20 વર્લ્ડ કપમાં પ્રથમ હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાને સતત ત્રણ જીત બાદ સુપર સિક્સની પહેલી જ મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે 7 વિકેટથી હાર મળી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા માત્ર 87 રનમાં સમેટાઈ ગઈ હતી. આ પછી કાંગારૂ ટીમે 13.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને જીતનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

શનિવારે ભારતીય ટીમને તેની પ્રથમ સુપર સિક્સ મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ટોસ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને ટીમ ઈન્ડિયાની બેટિંગ ખરાબ રીતે બરબાદ કરી દીધી. ગ્રુપ મેચોમાં બોલરો પર આક્રમણ કરતી કેપ્ટન શેફાલી વર્મા માત્ર 8 રન જ બનાવી શકી હતી. ઓપનર શ્વેતા સેહરાવતે 21 રન જ્યારે હર્ષિતા બસુ અને તિતાસ સાધુએ 14-14 રન બનાવ્યા હતા. 8 બેટ્સમેન બે આંકડા સુધી પણ પહોંચી શક્યા ન હતા. આખી ટીમ 18.5 ઓવરમાં 87 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ઓસ્ટ્રેલિયાએ આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી

88 રનના આસાન ટાર્ગેટનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાને 28 રન પર પહેલો ફટકો લાગ્યો હતો, કેટ પેલે 28 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. અર્ચના દેવીએ સિયેના જિંજરની વિકેટ લીધી અને તે પછી જ એલા હેવર્ડને સોનમ યાદવે આઉટ કર્યો. એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા સ્ક્રૂ કસશે પરંતુ ક્લેયર મોરે અને એમી સ્મિથે ઈનિંગને સંભાળી અને એકપણ વિકેટ ગુમાવ્યા વિના મેચ પૂરી કરી.

નવી દિલ્હીઃ ભારતે 2-0થી લીડ મેળવીને ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી જીતી લીધી છે. ભારત તરફથી પ્રથમ આક્રમક બોલિંગ જોવા મળી હતી. જે બાદ બેટ્સમેનોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે બીજી વનડેમાં કિવી ટીમને 8 વિકેટે હરાવ્યું છે. ટીમ ઇન્ડિયાએ 179 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. સીરીઝ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ એક રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે.

 

ટીમ ઈન્ડિયાએ 2019માં ઘરઆંગણે એક પણ વનડે શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો નથી. આ શ્રેણીમાં ભારતની આ સતત સાતમી જીત છે. અગાઉ, 2016 થી 2018 સુધી, ભારતે 6 વનડે શ્રેણી જીતી હતી.

Share

સંબંધિત પોસ્ટ

રવિન્દ્ર જાડેજાની સાથે ટીમ ઇન્ડિયામાં સ્થાન મળતા તેનો ‘ફેન’ ખુશખુશાલ, ચાહક રહેવાનુ કારણ પણ બતાવ્યુ

U19 T20 World Cup જીતનારી ટીમ ઇન્ડિયા થઇ માલામાલ, બીસીસીઆઇએ ઇનામની કરી જાહેરાત

Admin

ICC Awards 2021: ભારતીય સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાએ મહિલા વર્ગમાં શ્રેષ્ઠ ક્રિકેટરનો એવોર્ડ જીત્યો, તો બીજી તરફ પાક ખેલાડીઓ એવોર્ડમાં છવાયા.

ભારતીય હોકી ટીમના ગોલકીપર PR Sreejeshએ વર્લ્ડ ગેમ્સ એથ્લેટ 2021 એવોર્ડ જીતી ઈતિહાસ રચ્યો

જનલોકસત્ય

ભારત સામે બીજી વન ડેમાં દક્ષિણ આફ્રિકાનો 7 વિકેટે વિજય, ભારતીય ટીમે ટેસ્ટ બાદ વન ડે સિરીઝ ગુમાવી

અમદાવાદ પહોંચી વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ ટીમ, પોલાર્ડ સહિતના કેરિબયન ખેલાડીઓ 3 દિવસ ક્વોરન્ટાઇન રહેશે