Janloksatya
Breaking News
અમદાવાદક્રિકેટગુજરાત

14 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં વર્લ્ડ કપની મેચ રમાવવાની છે ત્યારે નકલી ટિકિટનો જથ્થો ઝડપાયો

14 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં વર્લ્ડ કપની મેચ રમાવવાની છે ત્યારે  મેચ પહેલા નકલી ટિકિટનો જથ્થો ઝડપાયો છે. જેમાં બનાવટી ટિકિટો સાથે એક યુવકની પણ ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે. અમદાવાદ પોલીસે 150 કરતા વધુ બનાવટી ટિકિટ જપ્ત કરી છે. સારી ક્વોલિટીની પ્રિન્ટિંગવાળી ટિકિટ ઝડપી છે. તેમાં ગેરકાયદે ટિકિટો બ્લેકમાં વેચાય તે પહેલા જ પકડાઇ છે. શહેરમાં બે જગ્યાએ કાર્યવાહી કરવામાં આવી છે.  150 કરતા વધુ બનાવટી ટીકિટ કબ્જે કરાઇ છે. તેમજ બોડકદેવની ક્રિષ્ના ઝેરોક્ષની દુકાનમાં રેડ કરવામાં આવી છે. જેમાં 108 મેચની ડુપ્લીકેટ ટિકિટો કબજે કરાઇ છે. ટિકિટ પ્રિન્ટ કરેલ 25 પેજ કબજે કર્યા છે. 1 પેજ પર 3 ટિકિટની કલર પ્રિન્ટ બનાવી હતી. ટિકિટ વેચાય તે પહેલા ક્રાઇમ બ્રાન્ચે કરી ઝડપી પાડી છે. રૂપિયા 2000ના દરની બોગસ ટિકિટો બનાવી હતી. તથા 4 આરોપીની ક્રાઇમબ્રાન્ચે ધરપકડ કરી છે.
તો બીજી બાજુ ભારત પાકિસ્શતાનની મેચને  લઇ અમદાવાદમાં  સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ચુસ્ત કરી દેવામાં આવી છે. 7000થી વધુ પોલીસ કર્મચારીઓ સહિત આરએએફએનએસજી કમાન્ડો સહિત એનડીઆરએફ અને SDRF પણ સુરક્ષામાં હશે. 4 IG-DIG, 21 DCP, 47 ACP, 131 PI, 369 PSI સહિત 7000 પોલીસ કર્મચારીઓ હશે. 4000 હજારથી વધુ હોમગાર્ડ પણ સુરક્ષામાં તૈનાત રહેશે. મહત્વનું છે કે NSG, NDRF અને SDRF પણ સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે.
ભારત-પાકિસ્તાન ક્રિક્રેટ મેચને કારણે અમદાવાદ શહેરમાં હોટલ બુકિગમાં ભાવ વધારો થયો છે. તેમજ મેચનાં કારણે હોટલો બુક થઈ ગઈ છે. ક્રિકેટ મેચને લઇને હોટલોનાં ભાવમાં ધરખમ વધારો જોવા મળે છે.  ત્રીસથી પચાસ ગણો વધારો જોવા મળે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આજુબાજુ આવેલી અનેક હોટલો ફૂલ છે. રૂપિયા 2000 થી 4000 વાળી હોટલ રૂમનો ભાવ દસથી બાર હજાર જેટલો જોવા મળે છે.
Share

સંબંધિત પોસ્ટ

રાજકોટમાં બિઝનેસ લીગ ક્રિકેટ સીઝન-3નું આયોજન: ૬ ટીમ વચ્ચે રમાતી મેચ

Admin

કેન્દ્રીય મંત્રી અને મનિષ સિસોદિયા સહિતના રાજ્યોના શિક્ષણ મંત્રીએ લીધેલી ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત

અમદાવાદમાં ગરમીનું પ્રમાણ ઘટ્યું અને તાપમાન 41.6, બફારો રહેવાથી લોકો પરેશાન

નવાપુરા અને બામણવા ગ્રામ પંચાયતના નવનિર્મિત ભવનનું લોકાર્પણ અને અંબાલી ગામના તળાવ ઉંડુ કરવાના કાર્યનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો

સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેતા વિદ્યાર્થીઓ માટે સરકારનો મોટો નિર્ણય

સુરત જિલ્લામાં ક્રાઈમ રેટ ઘટાડવા માટે જિલ્લા પોલીસ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.