Janloksatya
Breaking News
આણંદ જિલ્લાગુજરાત

ધર્મજ: અલ્ટ્રાટેક સિમેન્ટના ટેન્કરમાં વિદેશી દારૂ ભરેલ સિમેન્ટની ટેન્કર સાથે મુદ્દામાલ જપ્ત

ધર્મજ રોડ પરથી તારાપુર ચોકડી તરફ આવતાં અલ્ટ્રાટેક સિમેન્ટના ટેન્કર વિષે બાતમી મળતા આણંદ એલ.સી.બી પોલીસની ટીમે બાતમીને આધારે તારાપુર સીમમાં આવેલ મોટી કેનાલ રોડ પર વોચ ગોઠવી વિદેશી દારૂ ભરેલ સિમેન્ટની ટેન્કર સાથે તેના ચાલકની અટકાયત કરી હતી. આ ટેન્કરમાંથી કુલ રૂપિયા 44,20,500 કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂનો જથ્થો, ટેન્કર તેમજ એક મોબાઈલ મળી કુલ રૂપિયા 69,21,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પકડાયેલાં ચાલક તેમજ દારૂનો જથ્થો મોકલનાર શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ધર્મજ રોડ પરથી તારાપુર ચોકડી તરફ આવતાં અલ્ટ્રાટેક સિમેન્ટના ટેન્કર નંબર GJ 08 AW 3942 માં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થાની હેરાફેરી થતી હોવા અંગેની બાતમી ગતરોજ આણંદ એલ.સી.બી પોલીસની ટીમને મળી હતી. જેથી પોલીસની ટીમે તુરંત જ તારાપુર મોટી કેનાલ રોડ ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળુ ટેન્કર આવતાં પોલીસે તેને રોક્યું હતું અને ચાલક નરેશ સોમારામ મીણા (રહે. ગોડી ત્રણ રસ્તા, બરના, તા.કેશરીયાજી, જી.ઉદેપુર, રાજસ્થાન) ની અટકાયત કરી હતી. જે બાદ પોલીસે આ ટેન્કરની તલાશી લેતાં તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 11,580 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે આ વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા 44,20,500, ટેન્કર કિંમત રૂપિયા 25,00,000 તેમજ એક મોબાઇલ કિંમત રૂપિયા 500 મળી કુલ રૂપિયા 69,21,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે આ દારૂના જથ્થા બાબતે પકડાયેલાં ટેન્કરચાલક નરેશ મીણાની પુછપરછ કરતાં, તે પોતાના સાળા ભગવતીલાલ પન્નાલાલ મીણા (રહે.ગરનાળા, તા.કેશરીયાજી, જી.ઉદેપુર, રાજસ્થાન) ના કહેવાથી જાંબુઆ-બાસવાડા હાઈવે પર ગયો હતો અને ત્યાં ભગવતીલાલના સાગરીતે આ દારૂ ભરેલી ટ્રક આપી હતી અને આ ટ્રક લઈને દાહોદ થી કાલોલ, હાલોલ, વડોદરા, વાસદ થઈને બગોદરા તરફ જવાનું જણાવ્યું હતું. જે મુજબ તે બગોદરા તરફ જતો હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે પકડાયેલાં ટેન્કરચાલક નરેશ સોમારામ મીણા તેમજ દારૂનો જથ્થો મોકલાવનાર ભગવતીલાલ પન્નાલાલ મીણા વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઈ), 81, 83, 108, 116(ખ), 98(2) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Share

સંબંધિત પોસ્ટ

બોરસદ: વાલવોડ :સોમવારે મોડી રાત્રિના અનેક વ્યક્તિઓ દ્વારા એન્જોય સીટી વોટર પાર્કના જમીન માલિક  અને પરિવારો ઉપર  હુમલો કરી તોડફોડ કરી

જનલોકસત્ય

ખંભાતમાં આવેલી નવરત્ન ટોકીઝની શેખ નામના યુવકનું ઘટના સ્થળે મોત

આણંદ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકોને મધ્યાહન ભોજનમાં હવેથી આખા ચણા આપવામાં આવશે

નડિયાદ: માતર: ખેડા એલસીબીએ રૂ. ૨૧.૪૯ લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડયો

વિરસદ પોલીસ સ્ટેશનની હદમાં જંત્રાલ તથા કાંધરોટીમાં દેશી દારૂના અડ્ડા તથા વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ?

આણંદ:કોઈ અજાણ્યાં તસ્કરે હોસ્પિટલની બહાર પાર્ક કરેલ ગાડીનો કાચ તોડી, તેમાંથી બેગ ચોરી લીધી

જનલોકસત્ય