Janloksatya
Breaking News
ગુજરાતભારત ચૂંટણી પંચ આયોગ

બોમ્બે રાજ્યમાંથી અલગ થયેલા ગુજરાત રાજ્યની સ્થાપના બાદની પ્રથમ અને ભારતની આઝાદી બાદ ૧૯૬૨ ની ત્રીજી લોકસભા સામાન્ય ચૂંટણી લેખા જોખા

ગુજરાત રાજ્યના અલગ અસ્તિત્વ બાદ ૧૯૬૨ ના વર્ષમાં લોકસભાની ૨૨ બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ : ૬૮ ઉમેદવારો ચૂંટણી જંગમાં : ચૂંટણી પરિણામ બાદ ૨૧ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી

****

૧૯૬૨ ની લોકસભાની ચૂંટણીમાં ૧૪-આણંદ લોકસભા મતદાર વિભાગના ૬૯.૦૨ ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો : વિજેતા ઉમેદવાર ૨૨,૭૨૯ મતની સરસાઈથી ચૂંટણી જંગ જીત્યા

****
આણંદ, શુક્રવાર :: બોમ્બે રાજ્યમાંથી અલગ થયેલા ગુજરાત રાજ્યની પ્રથમ અને ભારતની આઝાદી બાદની ત્રીજી લોકસભાની ચૂંટણી ૧૯૬૨ ના વર્ષમાં યોજાઇ હતી. જેમાં ૧૪-આણંદ લોકસભા મતદાર વિભાગના ૩,૨૬,૩૬૪ મતદારો એટલે કે, ૬૯.૦૨ ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ગુજરાત રાજ્યની સ્થાપના બાદની આ પ્રથમ ચૂંટણીમાં ૨૨ બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગુજરાતની કેટલીક બેઠકોના નામોમાં ફેરફાર થયો હતો, બોમ્બે રાજ્ય વખતે મતદાર વિભાગના જે નામ હતા તેમાં ગુજરાત રાજ્યના અલગ અસ્તિત્વ બાદ રાજ્યમાં મતદાર વિભાગોના નંબરોની સામે મતદાર વિભાગોના નામો બદલાયા હતા. જેમાં ૨-ઝાલાવાડના બદલે ૨-સુરેન્દ્રનગર, ૩-મધ્ય સૌરાષ્ટ્રના બદલે ૩-રાજકોટ, ૪-હાલારના બદલે ૪-જામનગર, ૫-સોરઠના બદલે ૫-જુનાગઢ, ૬-ગિરનારના બદલે ૬-અમરેલી અને ૭-ગોહિલવાડના બદલે ૭-ભાવનગરના નામો સાથેની બેઠકો અસ્તિત્વમાં આવી હતી.
લોકસભાની આ સામાન્ય ચૂંટણીમાં ગુજરાત રાજ્યમાં ૧૮ જનરલ, ૨ (બે) એસ.સી. અને ૨ (બે) એસ.ટી. મળી કુલ ૨૨ બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ હતી. જેના માટે ૧૧૧ ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યા હતા. જે પૈકી ૧ નામાંકન પત્ર રદ થયું હતુ, જ્યારે ૪૨ ઉમેદવારોએ નામાંકન પત્રો પરત ખેંચતા સમગ્ર ગુજરાતની ૨૨ બેઠકો ઉપર કુલ મળી ૬૮ ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા હતા. આ ઉમેદવારો પૈકી ૨-સુરેન્દ્રનગર, ૬-અમરેલી, ૭-ભાવનગર, ૮-બનાસકાંઠા, ૧૪-આણંદ અને ૧૯-બ્રોચ લોકસભાની બેઠક મળી કુલ ૬ બેઠકો ઉપર ૬ મહિલા ઉમેદવારોએ પણ તેમની ઉમેદવારી નોંધાવી હતી. જે પૈકી ૬-અમરેલીના ૧ અને ૮-બનાસકાંઠાના ૧ મળીને કુલ ૨ (બે) મહિલા ઉમેદવાર વિજય પણ બન્યા હતા.
લોકસભાની આ ચૂંટણી સમયે ગુજરાત રાજ્યમાં મતદારોની સંખ્યા કુલ મળી ૯૫,૩૪,૯૭૪ હતી. જેમાં ૪૯,૮૩,૩૧૧ પુરૂષ અને ૪૫,૫૧,૬૬૩ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. ગુજરાતના રાજ્ય તરીકેના અલગ અસ્તિત્વ બાદની લોકસભાની આ પ્રથમ ચૂંટણીમાં ૧૦,૯૬૦ મતદાન મથક ઉપરથી ૫૫,૨૬,૯૦૪ મતદારોએ મતદાન કર્યું હતુ. મતદાન બાદ ચૂંટણીનું પરિણામ આવતા રાષ્ટ્રીય પક્ષના ૧૦, અન્ય માન્યતા પ્રાપ્ત પક્ષના ૨ (બે), રજીસ્ટર પક્ષના ૧ અને અપક્ષ ૮ મળી કુલ ૨૧ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી હતી.
ગુજરાતમાં ચરોત્તર પ્રદેશ તરીકે ઓળખાતા આણંદ જિલ્લાની વાત કરીએ તો, તે સમયે ૧૪-આણંદ લોકસભા મતદાર વિભાગમાં ૪,૭૨,૮૭૩ મતદારો નોંધાયેલા હતા. જે પૈકી લોકસભાની આ ચૂંટણીમાં ૬૯.૦૨ ટકા મતદારો એટલે કે, ૩,૨૬,૩૬૪ મતદારોએ મતદાન કર્યું હતુ. મતાધિકારનો ઉપયોગ કરેલ મતદારો પૈકી ૩.૩૩ ટકા મતદારોના મત એટલે કે, ૧૦,૮૬૧ મત રિજેક્ટ થયા હતા.
લોકસભાની ચૂંટણી અન્વયે મતદાન તા. ૧૯-૨-૧૯૬૨ ના રોજ થયું હતુ. મતદાન બાદ આવેલ પરિણામમાં વિજેતા ઉમેદવારને ૧,૬૯,૧૧૬ મત (૫૩.૬૦ ટકા) અને તેના પ્રતિસ્પર્ધી ઉમેદવારને ૧,૪૬,૩૮૭ મત (૪૬.૪૦ ટકા) મળ્યા હતા. વિજેતા ઉમેદવાર તેના પ્રતિસ્પર્ધી કરતા ૭.૨૦ ટકા મત એટલે કે, ૨૨,૭૨૯ મતની સરસાઈથી વિજેતા બન્યા હતા
Share

સંબંધિત પોસ્ટ

દક્ષિણના એજન્ટે માલ ધીરતા પહેલા ચાર વખત ક્રોસ વેરીફિકેશન કરવા હિમાયત કરી, સુરતના અનેક વેપારીઓના પૈસા બહારગામ ફસાયા

વડોદરામાં પણ વ્યાજખોરોની શાન ઠેકાણે લાવતી પોલીસ, 2ને પાસા હેઠળ જેલ ધકેલાયા

ગુજરાત: અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 13 વર્ષ બાદ આજે આવી શકે છે ચુકાદો, બ્લાસ્ટમાં 56 લોકોના થયા હતા મોત.

શું કોંગ્રેસના GPCC ચીફ હાર્દિક પટેલ ને મનાવવામાં સફળ રહેશે?

ચોમાસામાં પાણીનો ભરાવો ન થાય એ માટે શામરીયામોરાની ખાડીમાંથી પાઇપો બહાર કાઢવામાં આવશે

ભાવનગર શહેરના અંદાજિત રુ. ૨૯૭ કરોડના રીંગ રોડ પ્રોજેક્ટને મંજૂરી