Janloksatya
Breaking News
આણંદ જિલ્લાકઠાણાતસ્કરીબોરસદ

 બોરસદ:કઠાણા ગામના રામપુરા રોડ ઉપર મકાનમાંથી તસ્કરો ચોરી કરીને ફરાર

    બોરસદ તાલુકાના કઠાણા ગામના રામપુરા રોડ ઉપર રહેતા કેટરીંગના વેપારીના ઘરમાંથી તસ્કરો પેન્ડલ, ચાંદીના બે જોડી છડા, ચાંદીના ઝાંઝર,ચાંદીના પગમાં પહેરવાના કડલા, ચાંદીની નાની-મોટી ૫૦ લક્કીઓ, મોબાઈલ ફોન અને થાય છે. સોનાની બે ચેઈન, , સોનાનું બાજુબંધ, સોનાના પાંચ ધંધામાં કમાયેલા કોઈ જાનભેદી હોય એવા તસ્કરોએ બંધ મકાનની સ્ટોપર ખોલીને અંદરથી તિજોરીની ચાવી લઈ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ ૩.૬૧ લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતા આ અંગે વીરસદ પોલીસે ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોર્ડ તેમજ એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે.
ફરિયાદી વિજય ઉર્ફે લાલો રણજીતભાઈ સોલંકી ખેતી તેમજ લગનપ્રસંગમાં ખમણ અને ઢોકળા બનાવવાનું કેટરીંગનું કામકાજ કરીને જીવન ગુજરાન ચલાવે છે. ગઈકાલે રાત્રીના સુમારે સુંદણ ગામે યોજાયેલા લગન પ્રસંગમાં તેઓ ખમણ અને ઢોકળાનો ઓર્ડર હોય ત્યાં ગયા હતા. દરમ્યાન પત્ની અને બાળકો મુખ્ય દરવાજાને માત્ર સ્ટોપર મારીને તાળુ માર્યા વગર ઓસરીમાં સુઈ ગયા હતા. રાત્રીના ૧:૦૦ થી ૩.૩૦ની વચ્ચે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને સ્ટોપર ખોલીને મકાનમાં પ્રવેશ્યા હતા. ત્યારબાદ પ્રથમ રૂમમાં મુકેલા ફર્નિચર કબાટમાંથી તિજોરીની ચાવી લઈને બીજા રૂમમાં પ્રવેશ્યા હતા. જ્યાં મુકેલી લોખંડની તિજોરીનું લોક ખોલીને અંદરથી સોના-ચાંદીના દાગીના તેમજ મોબાઈલ અને રોકડ રકમ મળીને કુલ ૩.૬૧ લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. રાત્રીના સાડા ત્રણેક વાગ્યાના સુમારે તેમની પત્નીએ જાગીને જોયું તો ઘરનો દરવાજોખુલ્લો હતો અને તિજોરીનો સામાન વેરવિખેર હાલતમાં પડેલો મળી આવ્યો હતો. જેથી તુરંત જ નજીકમાં રહેતા સંબંધીઓ તેમજ પતિને જાણ કરતા તેઓ આવી પહોંચ્યા હતા અને તપાસ કરતા ઉક્ત મત્તાની ચોરી થવા પામી હતી. ઘટનાની જાણ વીરસદ પોલીસને થતાં પોલીસ પણ આવી પહોંચી હતી. દરમ્યાન આસપાસના લોકો પણ જાગી ગયા હતા અને તપાસ કરતા કબીર મંદિર પાસે રહેતા જનકભાઈ ભરતભાઈ સોલંકીના ઘરમાંથી પણ તસ્કરો પતરાની બે પેટીઓ ચોરીને લઈ ગયા હતા. જેમાં કપડા તેમજ સાડીઓ મુકવામા  આવી હતી. પતરાંની બન્ને પેટીઓ રોડની સાઈડમાં મળી આવી હતી. જે રીતે ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેને જોતા કોઈ જાણભેદુનો હાથ હોવાની શક્યતાઓ નકારી શકાતી નથી. આ અંગે વીરસદ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
Share

સંબંધિત પોસ્ટ

આણંદ: એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટરની વિકાસયાત્રામાં ભાગીદાર બનવા રોકાણકારો અને વેપારી સમુદાય માટે પ્રિ-વાઈબ્રન્ટ સમિટ યોજાઈ

આણંદ:બોરસદ:કાલુ ગામના સિંધાપુરા વિસ્તારની રસ્તાની કામગીરી એક વર્ષથી અધુરી હોવાને કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહયાં છે. વારંવાર રજૂઆત છતાં પગલાં નહિ ભરાતાં હવે સિંધાપુરાના લોકો ત્રસ્ત બન્યા છે.

જનલોકસત્ય

બોરસદ:વિધવા મહિલા સાથે નાણાં તથા દાગીનામાં વિશ્વાસુનો વિશ્વાસઘાત અને છેતરપીંડી થઈ

બોરસદ તાલુકાના ૧૩ મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોના વ્યવસ્થાપક માટે જે તે મધ્યાહન ભોજન કેન્દ્રોના સ્થાનિક ઉમેદવારો તરફથી અરજીઓ મંગાવવામાં આવી

આણંદ:બોરસદ:કોઠીયાખાડ તા . 30 : મહિસાગર નદીના કિનારે એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવતાં ચકચાર જાગી છે .

આણંદ જિલ્લા પાણી પુરવઠા બોર્ડ વ્યવસ્થા દ્વારા પીવાનું શુદ્ઘ પાણી પુરું પાડવામાં 15.80 કરોડની વસૂલાત બાકી