Janloksatya
Breaking News
अन्यઆંકલાવગુજરાત

ખેડૂત અને તેના પુત્રને લઇ જઇ નડિયાદ ખાતે 15 દિવસ ગોંધી રાખનાર મુખ્ય સુત્રધાર એવો હારૂનશા દિવાન ભાજપનો કાર્યકર નીકળ્યો

આંકલાવ તાલુકાના ભેટાસી બા-ભાગમાં રહેતા ખેડૂતના પત્નીનું અવસાન થતાં પિયરપક્ષ ગામડીની જમીનમાં તેનું નામ નિકળ્યું હતું. આ જમીન પચાવી પાડવા ગામડીના માથાભારે શખ્સે આ ખેડૂત અને તેના પુત્રને લઇ જઇ નડિયાદ ખાતે 15 દિવસ ગોંધી રાખ્યાં હતાં. આ અંગે આંકલાવ પોલીસે ત્રણ શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.
આંકલાવ તાલુકાના ભેટાસી ગામે રહેતા એક યુવકની પત્નીનું અવસાન થતા સાસરીમાં પત્નીના ભાગે આવતી જમીનમાં પોતાનું અને પોતાના બે દીકરાઓનું નામ ચઢાવવા બાબતે નડિયાદના એક શખસ સાથે વાતચીત કર્યા બાદ આ કામ તેને ન સોંપતા શખસે એક મહિલા સહિત ત્રણ સાથે મળીને  21મી ફેબ્રુઆરી,24ના સાંજના ચંદ્રસિંહ અને તેમનો નાનો પુત્ર ધીરૂ ઉર્ફે પ્રકાશ બન્ને ઘરે હતાં તે સમયે હારૂન દિવાન ઘરે આવ્યો હતો અને આણંદ જવાનું છે. તમારા પત્નીના ભાગમાં આવતી ગામડીની જમીનમાં તમારૂ અને તમારા બન્ને દિકરાનું નામ ચડાવવાના છે. જેથી આણંદ મારી સાથે ચાલો. તેમ કહેતા ચંદ્રસિંહે તેમના સાળા મહેન્દ્ર ગોહેલ સાથે વાતચીત થઇ ગઇ છે અને તેઓ અમારૂ નામ ચડાવવાના છે. તેમ કહેતા હારૂન ઉશ્કેરાઇ ગયો હતો અને અપશબ્દ બોલી ધમકી આપી ગાડીમાં બેસાડી દીધાં હતાં. તેનું અપહરણ કરી 15 દિવસ સુધી ગોંધી રાખ્યા હતા. આ મામલે આંકલાવ પોલીસે ત્રણેય વિરૂદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા, ત્યાં બીજી તરફ ત્રણેય જણાં ધરપકડથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. મુખ્ય સુત્રધાર એવો હારૂનશા દિવાન ભાજપનો કાર્યકર નીકળ્યો છે.
આંકલાવ તાલુકાના ભેટાસી (બા) ભાગ કાકવાળા ફળીયામાં રહેતા 42 વર્ષીય ચંદ્રસિંહ લક્ષ્મણસિંહ પરમારના પત્નીનું અવસાન થતા તેમની સાસરીમાંથી મળેલી જમીનમાં તેમનું અને તેમના બે પુત્રના નામ ચઢાવવા મામલે તેમણે નડિયાદના હારુનશા દિવાનને કામ સોંપ્યું હતું. જોકે, પછીથી તેમણે કામ તેમના સાળા મારફતે કરાવતા આ બાબતની રીસ રાખીને હારૂનશા દિવાને ચંદ્રસિંહ પરમાર તથા તેમના પુત્ર ધીરૂનું કારમાં બેસાડી અપહરણ કર્યું હતું અને તેમને નડિયાદ સ્થિત વખતપુરા ગામે રહેતા શેફાલી પિયુષ ક્રિશ્ચનના ઘરે લઈ ગયા હતા. જ્યાં શેફાલીબેનના ભાઈ વિશાલે તેમને રૂમમાં 15 દિવસ સુધી ગોંધી રાખ્યા હતા. અને જમીનનું કામકાજ તેમની પાસે કરાવવા મારી નાંખવાની ધમકીઓ આપી હતી.
Share

સંબંધિત પોસ્ટ

આણંદ વિદ્યાનગરીમાં લાંછન લગાવતો કિસ્સો :62 વર્ષના ટ્યૂશન-ટીચરે એક્સ્ટ્રા ક્લાસ હોવાનું કહી વિદ્યાર્થિનીને બોલાવી શારીરિક અડપલાં કરી ગાલ પર બચકાં ભર્યાં.

છોટા ઉદેપુર:નકલી અધિકારીઓ અને નકલી કચેરી

જનલોકસત્ય

રાજ્યમાં 1લી એપ્રિલથી દસ્તવેજ નોંધણીના નિયમમાં ફેરફાર:દસ્તાવેજ 1 નોંધણી માટેના નવા સુધારા માટેનોને નવો પરિપત્ર

કચ્છના સાગરકાંઠાના ગત ચાર મહિનામાંઆઠ બેટ વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં ૭૦ કરોડની કિંમતના નશીલા પદાર્થો પકડાયાં

જનલોકસત્ય

આજે ૧૨મી જુન એટલે બાળ મજુરી વિરોધ દિવસ:જે કોઈ વિસ્તારમાં  કોઈ બાળકો પાસે કામ કરાવે તો શું કરી શકોએ?

જનલોકસત્ય

WhatsAppમાં હવે ભૂલ સુધારવા મળશે 2 દિવસનો સમય, આવી રહ્યું છે આ ખાસ ફીચર